લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે ઘણા બોલિવૂડ સેલેબ્સ મતદાન કરવા આવ્યા હતા. આ સમયગાળા દરમિયાનની ઘણી પળો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. અભિનેતા રણબીર કપૂરનો એક વીડિયો ચર્ચામાં છે જેમાં તે પીઢ અભિનેતા પ્રેમ ચોપરાના ચરણ સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. પોલિંગ બૂથ પરથી સલમાન ખાનનો એક વીડિયો પણ વાઇરલ થયો છે.
શર્મન જોશીને પણ ગળે લગાવ્યા
વાઇરલ વીડિયોમાં રણબીર મતદાન કેન્દ્ર પર 88 વર્ષીય અભિનેતા પ્રેમ ચોપરાના ચરણ સ્પર્શ કરતો અને તેમના આશીર્વાદ લેતો જોવા મળ્યો હતો. આ અવસર પર પ્રેમ ચોપરાના જમાઈ એક્ટર શર્મન જોશી પણ તેમની સાથે જોવા મળ્યા હતા. રણબીરે પણ તેને ગળે લગાવ્યો.
‘એનિમલ’ અને ‘રોકેટ સિંહ’માં સાથે કામ કર્યું છે.
રણબીર અને પ્રેમ ચોપરાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’માં સાથે કામ કર્યું હતું. જેમાં પ્રેમ ચોપરા રણબીરના દાદાના રોલમાં જોવા મળ્યા હતા. અગાઉ પ્રેમ ચોપરાએ 2009માં રિલીઝ થયેલી રણબીરની ફિલ્મ ‘રોકેટ સિંહઃ સેલ્સમેન ઑફ ધ યર’માં પણ રણબીરના દાદાની ભૂમિકા ભજવી હતી.

