મહેમદાવાદ તાલુકાના પથાવત ગામમાં આવેલ ઉમા કુલેશ્વરી માતાજીના મંદિરે ચાલુ વર્ષે માતાજી નો 78 મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે નવચંડી યજ્ઞ સોળસોપચાર વિધિ સાથે કરવામાં આવી તેમજ નૂતનધજા આરોહણ કરવામાં આવી આ પ્રસંગે ગુજરાતમાં વસતા દરેક શહેરમાંથી અવદિચ્ય ટોળક બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પોતાના પરિવાર સાથે માતાજીના મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા સૌ ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદીનો આનંદ લીધો હતો સવારે 8:00 વાગે શરૂ થયેલ પૂજા વિધિ સાંજે 5:00 વાગે શ્રીફળ હોમાયા બાદ પૂર્ણ કરવામાં આવી હતી જ્ઞાતિના પ્રમુખ દિલીપભાઈ પંડ્યા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સૌ જ્ઞાતિજનોએ એકબીજાને મળી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

