Gujarat

સુરેન્દ્રનગરમાં દસાડામાં 42, લખતરમાં 19 મીમી વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પંથકમાં 42 મીમી અને લખતર પંથકમાં 19 મીમી વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ છે. જેમાં વઢવાણ તાલુકામાં 10 મીમી, ચુડા તાલુકામાં 7 મીમી, લીંબડી તાલુકામાં 6 મીમી અને ધ્રાંગધ્રા તાલુકામાં 2 મીમી વરસાદ નોંધાયો છે.

મોસમ દરમિયાન અત્યાર સુધીના કુલ વરસાદની વાત કરીએ તો, સૌથી વધુ વરસાદ લીંબડી તાલુકામાં 258 મીમી, દસાડા તાલુકામાં 214 મીમી, સાયલા તાલુકામાં 213 મીમી અને ચુડા તાલુકામાં 207 મીમી નોંધાયો છે. જ્યારે મોસમનો સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં માત્ર 81 મીમી અને થાનગઢ તાલુકામાં 85 મીમી નોંધાયો છે.