ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને ઓલિમ્પિકના બે મહિના પહેલાં સ્નાયુઓની સમસ્યા થઈ છે. નીરજ ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે. તેણે લખ્યું- ‘થ્રોઇંગ સેશનમાં ભાગ લીધા પછી, મેં ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.’
નીરજ ચોપરાએ લખ્યું, ‘મને આ પહેલાં પણ આ સમસ્યા થઈ છે. જો હું આ તબક્કે મારી જાતને દબાણ કરું તો તે ઈજામાં ફેરવાઈ શકે છે. હું સ્પષ્ટ કહું છું કે હું ઈજાગ્રસ્ત નથી, પરંતુ હું આ પહેલાં કોઈ કસરત કરવાનો નથી. ઓલિમ્પિક માટે કોઈ જ જોખમ લેવા માગતો નથી.
જલદી હું સંપૂર્ણ સ્વસ્થ થઈશ, હું ચેમ્પિયનશિપમાં પરત ફરીશ. તમારા સહકાર બદલ આભાર.’


