Delhi

દિલ્હીમાં ધરણા પર બેસવાની સંત સમાજની ચીમકી

ન્યુદિલ્હી,
અખિલ ભારતીય અખાડા પરિષદના સભ્ય મહંત રવીંદ્ર પુરી મહારાજે સુપ્રીમ કોર્ટના એક આદેશને ટાંકીને કહ્યું હતું કે ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં સિૃથત નટરાજ મંદિરમાં સરકારની દખલગીરી નકારી દીધી હતી અને કહ્યું હતું કે મંદિરોનું સંચાલન અને વ્યવસૃથા ભક્તોનું કામ છે. મા કાલિકા સિદ્ધ પીઠ કાલિકાજી મંદિરના મહન્ત સુરેંદ્ર નાથ અવધૂત મહારાજે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે સરકારને મંદિરોનું પ્રબંધન તુરંત જ સાધુ સંતોને સોપી દેવું જાેઇએ. જાે આવું ન કરવામાં આવ્યું તો પુરા દેશમાં સાધુ સંતો આંદોલન કરશે.કૃષિ કાયદાઓની વાપસીને પગલે હવે અન્ય લોકોને પણ સરકાર પાસે પોતાની માગ મનાવવાની તક મળી ગઇ છે. સાધુ સંતો દ્વારા પણ હવે આંદોલનની જાહેરાત કરાઇ છે. દિલ્હીમાં આવેલા સાધુ સંતોએ મઠ-મંદિર મુક્તિ આંદોલનની જાહેરાત કરી છે. સંતોએ હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને સરકારોએ મંદિરો અને મઠ પર નિયંત્રણ ન કરવું જાેઇએ તેવી માગણી કરી છે. સાધુ સંતોની માગણી છે કે મંદિર કે મઠ પર સરકારનું કોઇ જ નિયંત્રણ ન હોવું જાેઇએ અને જાે ખેડૂતો સરકારને ઝુકાવી શકતા હોય તો પછી સાધુ સંતો કેમ નહીં. ખેડૂતોની જેમ જરૂર પડી તો અમે પણ દિલ્હીમાં ધરણા પર બેસી જઇશું અને અમારી માગ સરકાર સુધી પહોંચાડીશું.અખિલ ભારતીય સંત સમિતિના તત્વાવધાનમાં આયોજિત કાર્યક્રમમા મંચ પરથી સાધુ સંતોએ જાહેરાત કરી છે કે જાે ખેડૂતો દિલ્હીના રસ્તા રોકીને ધરણા પર બેસી શકે અને સરકારને ઝૂકાવી શકે તો અમે સાધુ સંતો કેમ તેવું ન કરી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *