રાજકોટમાં TRB ગેમ ઝોન ના અગ્નિકાંડ ને લઈને જામનગરમાં તમામ ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આજરોજ જામનગર ની ભાગોળે આવેલ બે વોટરપાર્કને પણ તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા છે.
જ્યારે જામનગર જાંબુડા પાસે આવેલ વેલકમ વોટરપાર્ક તથા હોલીડે વોટર રિસોર્ટ બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા આજરોજ બપોર બાદ સ્થળ પર જઈને સૂચના આપવામાં આવી હતી.

શું કહે છે ગ્રામ્ય મામલતદાર એમ.બી.દવે
જાંબુડા નજીક આવેલા બે વોટરપાર્ક વેલકમ વોટરપાર્ક તથા હોલીડે વોટરપાર્ક તંત્ર દ્વારા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે ભરતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાના કલેક્ટરને આદેશ આપવામાં આવ્યા છે કે ફાયર NOC ન હોય કે કોઈપણ પ્રકારનું લાઇસન્સ ના હોય તો તેની સામે ગુનો નોંધવા. તેના અનુસંધાને કલેકટર ની સૂચના મુજબ જામનગરના ગ્રામ્ય મામલતદાર સહિતની ટીમ જાંબુડા નજીક બન્ને વોટરપાર્ક એ પહોંચી હતી અને સાવચેતી રૂપે પગલા ભરી વોટરપાર્ક બંધ કરવાનો આદેશ આપ્યો છે.

જે કલેક્ટરની સૂચના અનુસાર આજથી બંને વોટરપાર્ક બંધ કરવામાં આવ્યા છેય જે જાંબુડા માં આવેલ છે તે બંને વોટરપાર્ક બંધ કરવામાં આવ્યા છેય જેમાં હોલીડે રિસોર્ટ વોટરપાર્ક અને વેલકમ વોટરપાર્ક બંધ કરવામાં આવ્યા છે સાવચેતીના પગલાં રૂપે સૂચના આપવામાં આવી છે અને સરકાર ગાઇડલાઇન કરે છે અને આગામી સૂચના ન આવે ત્યાં સુધી વોટરપાર્ક બંધ રાખવા અગમ ચેતીના પગલાં રૂપે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે તેવું ગ્રામ્ય મામલતદાર એમ.બી દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું.


