Gujarat

હિંમતનગરના નાની બેબાર નજીક રાખેલી પાણીની વિશાળ પાઈપોમાં આગ લાગવાની ઘટના

નર્મદાના પાણીની પાઈપમાં આગ લાગવાની ઘટના બે દિવસમાં બીજી ઘટના

નર્મદા નદીના પાણીની પાઈપમાં આગ લાગવાની બે દિવસમાં બીજી ઘટના સામે આવી છે હતી જેમાં માલપુર નજીક એક ઘટના રવિવારે નોંધાયા બાદ હવે હિંમતનગરના નાની બેબાર નજીક રાખેલી પાણીની વિશાળ પાઈપોમાં ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. પાણીની લોખંડની વિશાળ પાઈપોમાં આગ લાગવાની ઘટનાએ અનેક સવાલો પણ સર્જી દીધા છે. સુકા લાકડામાં આગ લાગી હોય એમ જ લોખંડની પાઈપો ભડકે બળવા લાગેલી જોઈને સ્થાનિકોમાં પં સવાલો ઊભા થયા હતા.

આ લોખંડની પાઈપોમાં વળી આગ કેમ અને કેવી રીતે લાગે એ સવાલ થઈ રહ્યા છે. પહેલા માલપુર અને હવે હિંમતનગરમાં આગની ઘટનાએ સવાલ સજ્ર્યા છે. મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરીના આક્ષેપો વચ્ચે પાણીની પાઈપ લાઈન નાંખવાના માટે મૂકવામાં આવેલી પાઈપોમાં આગ લાગી છે. જો કે આ ઘટનાને પગલે સ્થાનિકોએ આગને બુઝાવવા પ્રયાસ કર્યા બાદ હિંમતનગરની ફાયર ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને પાઈપોમાં લાગેલી આગને બુઝાવી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ પણ થઈ નથી.