રિક્ષા સિધી અનાજ દળવાની ઘંટીની દીવાલમાં ભટકાઈ…તમામનો આબાદ બચાવો કોઈ જાનહાની નહીં.
ઉનાના દેલવાડા ગામે એક છકડો રીક્ષા પેસેન્જર સાથે ઉના તરફ આવી રહી હતી. ત્યારે રસ્તા પર રીક્ષા આડે અચાનક ભૂંડ આવી જતા રીક્ષાનું સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. રિક્ષામાં બેઠેલા મહિલા પેસેન્જર તેમજ ડ્રાઇવર સહિતનો આબાદ બચાવ થયો હતો. કોઈ જાનહાની થઈ ન હતી. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી..
ઉનાના નવાબંદર ગામેથી છકડો રિક્ષામાં પેસેન્જર ભરી ઉના તરફ આવી રહી હતી. એ દરમિયાન દેલવાડા ગામ પાસે આવેલ રામજી મંદિર નજીક રસ્તા પર શ્વાન એ ભુંડની પાછળ દોટ મુકતા ભુંડ રસ્તાની વચ્ચે ઉતરી આવ્યુ હતું. ત્યાથી પસાર થતા છકડો રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. અને રસ્તાની સાઈડમાં આવેલી અનાજ દળવાની ઘંટીની દુકાનની દિવાલમાં ધડાકાભેર રીક્ષા ભટકાતાં દિવાલ ધરાશાઈ થઈ ગયેલ હતી. અને છકડો રિક્ષામાં બેઠેલા મહિલા પેસેન્જર, રીક્ષા ડ્રાઈવર સહિતના લોકોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળેલ છે. જેમાં કોઈ જાનહાની થઇ ન હતી. આ અક્સ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે વિડિયો પણ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જોકે આ અકસ્માતમાં સદનસીબે તમામનો બચાવ થયો હતો.