પાલનપુર શહેરમાં ગુરુવારે પાલિકા દ્વારા એક પણ મિલકત સીલ કરવામાં આવી નહોતી પરંતુ ફાયર વિભાગની ટીમે ડેરી રોડ પરની જુદી જુદી છ રીડિંગ લાઇબ્રેરી બંધ કરાવી દીધી છે. આ ઉપરાંત કલ્યાણ હોસ્પિટલમાં તપાસ કરતા અહીં એન્ટ્રી એક્ઝિટ માટેના બે ગેટ ન હતા, જ્યારે નિસર્ગ અને સમ્યક હોસ્પિટલમાં તપાસ કરતા ફાયર સિસ્ટમ કાર્યરત જણાઈ ન હતી.
ફાયર વિભાગના અધિકારી પ્રદીપભાઈ બારોટએ જણાવ્યું કે ટીમ રવિવારથી જ સતત કામગીરીમાં લાગેલી છે. બસપોર્ટ પરની રીડિંગ લાઇબ્રેરી બંધ કરાવ્યા બાદ ગુરુવારે ત્યાં નોટિસ ચોટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડેરી ઉપર જ્યાં સૌથી વધુ ક્લાસીસ આવેલા છે જેમાં સિંગલ એન્ટ્રી છે એક્ઝિટ નથી ત્યાં પણ કોઈ મોટું ડિઝાસ્ટર થાય તો બાળકો વિદ્યાર્થીઓને નુકસાન થાય તે તમામ રીડિંગ લાઇબ્રેરી બંધ કરાવી છે.
ઉપરાંત ગઠામણ ગેટ વિસ્તારમાં આવેલી કલ્યાણ હોસ્પિટલમાં નિસર્ગ હોસ્પિટલમાં અને સમ્યક હોસ્પિટલમાં તપાસ કરી ફાયર સિસ્ટમ કાર્યરત ન હોવાથી સુચના આપવામાં આવી છે. અત્યાર સુધી પાલનપુરની 16 એકેડમીને નોટિસ જયાં સુધી ફાયર સિસ્ટમ તથા ઇમરજન્સી એકજીટ ની પૂર્તતા ન થાય ત્યાં સુધી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.