કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકી નાશી છૂટ્યો…બાઈકનો બુકડો બોલી ગયો..
ઉના ભાવનગર નેશનલ હાઇવે રોડ પર આવેલ હોન્ડા શો રૂમ પાસે ત્રણ યુવાનો મજૂરી કામે બાઈક પર જતાં હતા ત્યારે હાઇવે રોડ ક્રોસ કરી રહ્યાં હતા એ દરમ્યાન વ્યાજપુર ગામ તરફથી પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે બાઈકને ઉડાડતા અક્સ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોને ગંભીર ઇજા તેમજ એક ને સામાન્ય ઇજા થતાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. કાર ચાલક અકસ્માત સર્જી નાશી છૂટ્યો હતો. આ અંગે કાર ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઉના રામનગર
ખારા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ નાનજીભાઈ બારૈયા, તેમજ તેમના બે સાળા અક્ષય હરિભાઈ શિયાળ અને અનિરૂદ્ધ હરિભાઈ શિયાળ ત્રણેય બાઈક પર મજુરી કામે જઈ રહ્યાં હતા. એ દરમિયાન ઉના ભાવનગર નેશનલ હાઇવે પર આવેલ હોન્ડા શો રૂમ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે વ્યાજપુર ગામ તરફ થી આવતી પૂરપાટ ઝડપે કાર નં. જી જે 01 એચ વાય 7761 ના ચાલકે આ બાઈક ચાલકને હડફેટે લેતા જોરદાર અક્સ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણેય યુવાનો ફંગોળાઈ ગયેલ જેમાં કિશોરભાઈ અને અક્ષયભાઇને હાથ પગ માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જયારે એકને સામાન્ય મુંઢ ઈજા થતા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અક્સ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકી નાશી છૂટ્યો હતો. અકસ્માતમાં બાઇકનો બુકડો બોલી ગયો હતો. આ અંગે કિશોરભાઈ બારિયાએ નાશી જનાર અજાણ્યાં કાર ચાલક વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.