Gujarat

સોનારડી પાસે 2 કાર ટકરાઈ, 5ને ઈજા

ખંભાળીયા દ્વારકા નેશનલ હાઇવે પર સાંજે જામનગરથી દ્વારકા તરફ જતી એક કારને યુ.પી. પાર્સીંગવાળી કારે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં પરીવાર સવાર હતો એ જામનગરની કાર નેશનલ હાઇવેથી દૂર ફંગોળાઈ જઈને ખુલ્લા ખેતરમાં પડી હતી.ત્યાંથી પસાર થતા આરટીઓ અધિકારી આંબલીયાએ પોતાની કારમાં ઇજાગ્રસ્તોને બેસાડીને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.

અકસ્માતમાં બે બાળકો એક મહિલા તથા એક પુરુષને ઇજા થઇ હતી. જામનગર તરફથી સામાન્ય સ્પીડે જતી કારને પાછળથી યુ.પી.પાર્સીંગ કારે જોરદાર ઠોકર મારતા મુસાફરો સાથે કાર ઉછળીને કેટલાયે ફૂટ દૂર ખેતરમાં પડી હતી. તથા તેના વીડિયો પણ સોશિયલ મીડીયામાં ભારે વાયરલ થયા હતા.બનાવની જાણ થતા પોલીસ તથા 108 ઘટના સ્થળે પહોંચી ગયા હતા તથા ટ્રાફિકને રેગ્યુલર કર્યો હતો.