National

બંગાળમાં ગામના લોકોએ EVM લૂંટી તળાવમાં ફેંક્યા, બોમ્બમારો કર્યો; 8 રાજ્યોમાં 11 વાગ્યા સુધી 26% મતદાન

લોકસભા ચૂંટણી-2024ના સાતમા અને અંતિમ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર શનિવારે (1 જૂન)થી મતદાન ચાલુ છે. ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ અનુસાર સવારે 11 વાગ્યા સુધી 26% મતદાન થયું છે.

સવારે 11 વાગ્યા સુધી 26% મતદાન

લોકસભા ચૂંટણી 2024ના 7માં તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 26.30% મતદાન નોંધાયું છે. બિહારમાં 24.25%, હિમાચલ પ્રદેશમાં 31.92%, ઝારખંડમાં 29.55%, ઓડિશામાં 22.64%, પંજાબમાં 23.91%, ઉત્તર પ્રદેશમાં 28.02%, પશ્ચિમ બંગાળમાં 28.10% અને ચંદીગઢમાં 25.03% મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળમાંથી હિંસા

સાતમા તબક્કામાં પણ પશ્ચિમ બંગાળમાંથી હિંસાના અહેવાલો છે. પશ્ચિમ બંગાળના ભાંગરમાં CPI (M) અને ISFના કાર્યકરોએ ટીએમસી સમર્થકો પર બોમ્બમારો કરવાના આરોપ લગાવ્યા છે.રાજ્યના મુખ્ય ચૂંટણી કાર્યાલયે ટ્વીટ કર્યું કે ટોળાએ જયનગરમાં બેનીમાધવપુર સ્કૂલ પાસે સેક્ટર ઓફિસર પાસેથી રિઝર્વ EVM અને દસ્તાવેજો લૂંટી લીધા અને 2 વીવીપેટ મશીન તળાવમાં ફેંકી દીધા હતા.