જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં રહેતા હર્ષાબેન શિંગાળા છેલ્લા 35 વર્ષથી આભૂષણો સાચવવા માટેના જ્વેલરી બોક્સ એકત્ર કરી રહ્યા છે હાલ તેમની પાસે 22 અલગ અલગ પ્રકારના 500થી વધુ જ્વેલરી બોક્સ નું કલેક્શન તેમના ઘર પર ઉપલબ્ધ છે.
હર્ષાબેન જણાવ્યું હતું કે તેઓને આભૂષણનો શોખ હોવાથી તેને સાચવવા માટે બોક્સ લેવાનું શરૂ કર્યું હતું. જેમાંથી તેમને પ્રેરણા મળતા જ્યારે તેઓ વેકેશન માણવા માટે કોઈપણ સ્થળ પર જાય તો ત્યાંથી તેઓ જ્વેલરી બોક્સની ખરીદી કરતા હતા. આ સાથે જ તેમના પરિવારજનોને તેમના આ શોખ વિશે જાણ થતા તેવું પણ અલગ અલગ સ્થળેથી ભેટ સ્વરૂપે આવા બોક્સો લાવીને આપતા હતા જેમાં પરંપરાગત થી લઈને અત્યારના લેટેસ્ટ બોક્સની અવનવી ડિઝાઇન પણ જોવા મળે છે.
તેમની પાસે ચાંદી બ્રાસ,કોપર સિલ્વર માર્બલ ઓકસોડાઇઝ મિરર સીરામીક આઇવરી શંખ અને છીપલાં વાસ એક્રેલિક વેલવેટ મીનાકારી સ્ટાર્ટિંગ માટી પતરા પૂઠા ક્વીલીંગ તેમજ હેન્ડ મેડ સહિત 22 અલગ અલગ પ્રકારના જ્વેલરી બોક્સ નું કલેક્શન છે. જે રૂપિયા 10 થી લઈને 2500 સુધીની કિંમતવાળા છે.
આ સાથે જ આ કલેક્શનને જાળવી રાખવા માટે તેઓએ ખાસ એક રજીસ્ટર તૈયાર કર્યું છે જેમાં જે તે જ્વેલરી બોક્સ ક્યાંથી લીધેલું છે કેટલાનું લીધેલું છે તેમજ કયા સ્થળ પર પડેલું છે કયા સમયે લીધેલું છે કોઈ દ્વારા ભેટમાં આવેલું છે કે નહીં તે અંગેની વિગત તેમાં ઉમેરી છે.