મેહુલ પટેલ વલસાડના સેગવી હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજવતા નિરલ પટેલ છેલ્લાં ૪ વર્ષે થી પર્યાવરણ સંરક્ષણ માટે નું કાર્ય કરી કરી રહ્યા છે . પર્યાવરણ સંરક્ષણ માટે બીજ બેંક ની રચના કરી હતી આજ થી ચાર વર્ષે પહેલા બીજ બેંક બનાવી હતી અને તેમાં ૩૦૦-૪૦૦ પ્રકાર ના અલગ અલગ દુલર્ભ પ્રજાતિના વૃક્ષોના બીજ એકત્રિત કરી ને પ્રકૃત્તિ પ્રેમી લોકો માં વિના મૂલ્યે વિતરણ નું અભિયાન ચાલુ કર્યું હતું
છેલ્લા ચાર વર્ષેથી બીજ બેંકનું કાર્ય બીજ નો સંગ્રહ કરવો અને લોકો માં વિના મૂલ્યે વિતરણ કરવાનો રહ્યો છે અત્યાર સુધી સમગ્ર ભારતમાં વિના મૂલ્યે બીજ વિતરણ અભિયાન હેઠળ એક કરોડ કરતાં પણ વધારે બીજ નું વિના મૂલ્યે વિતરણ કરી ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે.

ઉતર પ્રદેશ રાજ્યપાલ આનંદી બેન પટેલ હસ્તક પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે મુખ્ય મંત્રી દ્વારા પ્રશસ્તિ પત્ર પણ તેમને એનાયત થયું છે.ગુજરાત થી શરૂ કર્યું કરેલ આ કાર્ય આજે સમગ્ર ભારત સુધી વિસ્તરી ચૂક્યું છે જેમાં અત્યાર સુધી લાખો વ્યક્તિઓ સુધી બીજ પહોંચતા કરવામાં આવ્યા છે અને દૂર ના વિસ્તાર માં પોસ્ટ કે કુરિયર ના માધ્યમ થી બીજ પહોંચતા કરવામાં આવી રહ્યા છે
દુર્લભ પ્રજાતિના વૃક્ષો ને બચાવવા માટે એક વિશેષ પ્રકાર નું અમારું અભિયાન ચાલુ છે જેમાં અમે પીળો કેસુડો, ભીલામો, કુમકુમ, પાટલા, ગરુડ ફળી, ધવલો, ટેટૂ, પીળો શીમળો, સફેદ ખાખરો, ખીજડો, રગત રોહિદો, કુંભિ, રુખડો જેવા વૃક્ષો ના બીજ જંગલ માંથી મેળવી તેને પ્રકૃતિ પ્રેમી મિત્રો માં વિતરણ કરતા આવ્યાં છીએે.
આવનાર સમય માં આ અભિયાનને વધારે વેગ મળે અને લોકો માં પર્યાવરણ પ્રત્યે સભાનતા આવે એવા પ્રયાસ કરવામાં આવે છે અને અમારા ફેસબુક પેજ ઉપર વિવિધ પર્યાવરણ સંરક્ષણ ની ગતિવિધિ કરવામાં આવી રહી છે.

