એક્ટ્રેસ જાહન્વી કપૂરે હાલમાં યુરોપમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. આ ફંક્શનમાં જાહન્વીની સાથે તેનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ જોવા મળ્યો હતો.
હવે જાહન્વીએ આ બીજા પ્રી-વેડિંગ બેશની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો શેર કરતાં તેમણે લખ્યું, ‘આ બેસ્ટ વીકેન્ડ હતો. પ્રેમ અને સુંદર યાદો આપવા બદલ આપ સૌનો આભાર.