Gujarat

યાત્રાધામ અંબાજીમાં શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની કરાઈ ઉજવણી

અંબાજીમાં આવેલું શ્રી શક્તિ સેવા કેન્દ્ર ના બાળકો દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરાઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ના સંકલ્પ સાકાર કરતુ શ્રી શક્તિ સેવા કેન્દ્ર છાત્રાલય ના બાળકો જોવા મળ્યા હતા અંબાજી વિસ્તારમાં દસ હજાર વૃક્ષો નું રોપાણ કરાવાનો સંકલ્પ શ્રી શક્તિ સેવા કેન્દ્રના બાળકોએ લીધો છે લીધો છે. આ સંકલ્પ નો ઉદ્દેશ પર્યાવરણ ને સુરક્ષિત રાખવા ની સાથે સ્વચ્છ વાતાવરણ નું નિર્માણ થાય આ વૃક્ષારોપણનો કાર્યક્રમ 5 જૂન થી 26 જુલાઈ સુધી ચાલશે આ સંકલ્પને શ્રી શક્તિ સેવા કેન્દ્ર ના બાળકો અને અંબાજી નજીક આદિવાસી વિસ્તાર લોકોના સહયોગ થી વૃક્ષારોપણનો કરવામાં આવશે