Gujarat

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભાના ભાજપના વિજેતા ઉમેદવાર જશુભાઈ રાઠવાએ તેઓના નિવાસ્થાને છોટાઉદેપુર વન વિભાગના અધિકારીઓને ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું

વિશ્વ પર્યાવરણ દિવસ , ત્યારે સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે છોટાઉદેપુર લોકસભાના ભાજપના વિજેતા ઉમેદવાર જશુભાઈ રાઠવા એ તેઓના નિવાસ્થાને વસેડી ખાતે છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજન રાઠવા સહિત છોટાઉદેપુર વન વિભાગના સ્ટાફની ઉપસ્થિતિમાં તેઓએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેઓની સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના ભાજપના વિજેતા ઉમેદવાર જશુભાઈ રાઠવા એ સમગ્ર દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.