ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના પીઠાઇ ગામ માં પીર શહીદ સૈયદ ખાજમ તાજમ બાવા રહમતુલ્લાહ અલયહ ના ઉર્સ ની ઉજવણી ધામધૂમથી કરવા માં આવી.
જ્યારે બાવાનું સંદલ સૈયદ અલી મીરા દાતાર ઉનાવા મહેસાણાથી દાતાર બાપુના ખાદીમ ઐયુબઅલી રબ્બાની , સૈયદ સુજાઉદીન રબ્બાની , ( ખેરૂન કિતાબ ઘર ) અને સૈયદ મોહલ્લો પીઠાઇ દ્વારા પેશ કરવામાં આવ્યો હતો.
ઉર્સની ઉજવણીમાં બાવાના મુરીદો અને અકીદતમંદો મોટી સંખ્યા માં જોડાયા હતા. અને મજાર પર ફૂલો ની ચાદર અને સંદલ પેશ કરી કોમી એકતા અને ભાઈચારા અંગે દુઆઓ માંગવામાં આવી હતી.

