જામનગરમાં સાધનાકોલોનીમાં જર્જરિત આવાસ ખાલી કરવા તંત્રની ટુકડી તાકીદ કરવા જતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. રહેવાસીઓએ રોકડું પરખાવ્યું હતું કે વૈકલ્પિક વ્યવસ્થા કરો તો સ્થળાતંર કરીએ.
જામનગરમાં સાધના કોલોનીમાં જર્જરિત મકાનો ગમે ત્યારે તૂટી પડે તે સ્થિતિમાં ઉભા છે. આથી શુક્રવારે એસ્ટેટ શાખા અને હાઉસીંગ બોર્ડના અધિકારીઓની ટુકડીએ મકાનનો વપરાશ બંધ કરી અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી જવા સુચના આપી હતી.
આ સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.
જો કે રહેવાસીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને વૈકલ્પિક વ્યવસ્થા આપો તો જ અન્ય સ્થળે જવા તૈયારી બતાવી હતી. એટલે કે રહેવાસીએ મકાન ખાલી કરવા સહમતી દર્શાવી ન હતી.
સાધના કોલોનીમાં અગાઉ પણ એક બ્લોક તૂટી પડતા જાનહાનિ થઇ હતી. ચોમાસામાં વધુ વરસાદના કારણે જર્જરિત મકાનો તૂટી પડવાની શકયતા વધુ રહે છે. આથી આવા મકાન ખાલી કરી નાખવાની તંત્રએ સૂચના આપી છેે. જોકે, હજુ ઘણા બ્લોકમાં લોકો રહે છે.