Gujarat

દ્વારકાના કવિ સંમેલનમાં વિવિધ રાજ્યના સાહિત્યકારો જોડાયા, શ્રોતાઓ મંત્રમુગ્ધ

યાત્રાધામ દ્વારકાના આંગણે પૂર્ણોદય સાહિત્ય સંસ્થા લહરપુરના નેજા હેઠળ કવિ સંમેલન યોજાયુ હતુ.જેમાં અલગ અલગ રાજયના જાણીતા સાહિત્યકારોની કૃતિઓ પણ શ્રોતાઓ રસતરબોળ થયા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ રાજ્યોમાંથી સાહિત્યકારોએ હાજરી આપી હતી. કવિ સંમેલન પુર્વે સૌ પ્રથમ તમામ મહેમાનોએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. જગત મંદિરના સુંદર કલાત્મક કલાક્રૃતીઓ નિહાળી સૌ કોઈ આફરીન પોકારી ઉઠ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કવિ અને રાષ્ટ્રીય ચિંતક ચંદ્રપ્રકાશ ગુપ્ત ચંદ્ર અમદાવાદ, વિશેષ અતિથિ કવિયત્રી ડો. નલિની શર્મા કૃષ્ણ અમદાવાદ, અને કાર્યક્રમની અધ્યક્ષતા કવિ પ્રેમપાલ શર્માએ કરી હતી.

કાર્યક્રમમાં સુલેખા શ્રીવાસ્તવ ઉદયપુર, અર્ચિત સાવર્ની ગયા બિહાર, સવિતા ધર ધનબાદ, ડૉ. વિભા પ્રકાશ લખનૌ, અંજલિ મિશ્રા તિવારી છત્તીસગઢ, ડૉ. કોકિલા આર. વર્મા સીતાપુર, પ્રકાશ ચંદ્ર પરાશર ડીગ રાજસ્થાન, મંજુ ગોર જબલપુર, કુસુમ સિંહ અવિચલ કાનપુર, ડો. મનીષા દુબે જબલપુર, રવિપ્રકાશ પાંડે દેવરીયા, શ્રીકાંત તૈલંગ જયપુર, સંસ્થા રાજ કલનવી શાહજહાંપુર, પ્રણય શ્રીવાસ્તવ અશ્ક બાલાઘાટ વગેરે હાજર રહ્યા હતા. દ્વારકામાં સાહિત્યની મોજ વચ્ચે ઉપસ્થિત સૌ શ્રોતાઓએ તાળીઓ પાડી બિરદાવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ પૂનમ રાજે કર્યું હતું.