Gujarat

જેતપુરમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ 

ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે સતત બીજા દિવસે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ દરમિયાન જેતપુર સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે
જેતપુરમાં વાતાવરણમાં પલટો અચાનક પલટો આવ્યો. સવારથી અસહ્ય ઉકળાટ બાદ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ખાસ કરીને જેતપુરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડયો હતો. જેમાં ખીરસરા, વાડસડા, સ્ટેશન વાવડી, અમરનગર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. જેતપુર તાલુકાના રબારીકાથી પ્રેમગઢ જવાના પુલ ઉપર પાણી ફરી વળતા સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેથી વાહન વ્યવહાર જવાનો રસ્તો બંધ થયો હતો.