Gujarat

માંગરોળ તાલુકાના લોએજ ગામના પીઠિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન      

 માંગરોળ તાલુકાના લોએજ ગામમાં રહેતા  કવિબેન લખમણભાઈ પીઠિયા ઉ.વર્ષ(૮૦) તે જગમાલભાઈ લખમણભાઈ પીઠિયાના માતૃશ્રી  નું તા.૨૩-૧૧-૨૦૨૧ ના
 દુઃખદ અવસાન થયેલ .આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ  તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આથી લોએજ ગામના સામાજીક અગ્રણી શ્રી મસરીભાઈ બામરોટીયાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રીનાથાભાઇ ને જાણ કરતા  મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.જે ચક્ષુ મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.
દસ દિવસના ટુંકાગાળામાં લોએજ ગામમાં બીજુ ચક્ષુદાન થયેલ છે.
  પીઠિયા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન- આરેણા એ બિરદાવેલ,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20211123-WA0200.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *