Gujarat

કડી પંથકમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસતા થોળ રોડ ઉપર આવેલા અંડર બ્રિજમાં પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

કડી પંથકમાં મોડીરાત્રે વરસાદ પડતા ગરમીથી થોડી રાહત મળી હોય તેઓ અનુભવ જોવા મળ્યો હતો. એકાએક બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ કડીમાં જોવા મળ્યું હતું. જે બાદ અચાનક જ પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે કડી પંથકમાં સોમવારે મોડીરાત્રે અચાનક જ વાતાવરણમાં પલટા સાથે વરસાદનું આગમન જોવા મળ્યું હતું.

સોમવારે બપોર બાદ પંથકમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને અસહ્ય શહેરીજનો ઉકળાટનો અનુભવ કરતા હતા. જે બાદ મોડીરાત્રે પવનના સુસવાટા જોવા મળ્યા હતા અને આકાશમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન કડી પંથકમાં અનેક વિસ્તારોમાં જોવા મળ્યું હતું.

કડી પંથકમાં સોમવારે મોડીરાત્રે અચાનક જ વરસાદ પડ્યો હતો. જ્યાં વરસાદનું આગમન થતાં થોડાકઅંશે ઠંડકનો અનુભવ જોવા મળ્યો હતો. પંથકમાં વરસાદ પડતા 40 ડિગ્રીથી અંદર મહત્તમ તાપમાન જોવા મળ્યું હતું.

અસહ્ય ગરમી બાદ વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો અને વરસાદની મજા લીધી હતી. તેમજ વરસાદ પડતાની સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા.

તેમજ કડીના થોડો રોડ ઉપર આવેલ અંડર બ્રિજમાં બે ફૂટથી પણ વધુ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.