જામનગર તા.૨૪ નવેમ્બર,ડીસેમ્બર-૨૦૨૧માં રાજ્યની અંદાજીત ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતોમાં સામાન્ય તથા વિભાજન/મધ્યસત્ર/પેટા તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત આચારસંહિતા અમલમાં આવતામાહે-નવેમ્બર ૨૦૨૧માં તા.૨૫/૧૧/૨૦૨૧ના રોજ યોજાનાર માન.મુખ્યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ(જિલ્લા સ્વાગત) મોકૂફ રાખવામાં આવેલ છે. હવે પછી યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંગે સરકારશ્રી તરફથી સુચના થયે અખબારયાદીથી જાણ કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટરશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.
૦૦૦૦૦૦
વિરેન્દ્રસિંહ પરમાર
