અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગોરડકા ગામ નજીક 22 તારીખના વહેલી સવારના સિંહનું મોત થયું હોવાનું જણાયું હતું જેમાં વનવિભાગની પ્રાથમિક તપાસ દરમિયાન અજાણ્યા વાહન ચાલક ઠોકરે સિંહ મોત થયું હોવાનું તારણ કરી સિંહનું અકસ્માતમાં મોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું જોકે આ સિંહના મોતના બનાવમાં નિવૃત એડિશનલ જજે જયદેવ ઘાઘલે શંકા વ્યક્ત કરી હતી ઉપરાંત તેમણે અકસ્માતે થયેલ સિંહના મોતની આ ઘટનામાં ગાંધીનગર થી ઉચ્ચ કક્ષાએથી ઝીણવટ ભરી તપાસ કરાવવાની માગણી કરી હતી હાઇકોર્ટના એડવોકેટ અને નિવૃત્ત જજ જયદેવ ધાધલ દ્વારા સમગ્ર અકસ્માતની ઘટના અંગે સવાલો અને શંકા ઉઠાવતા સ્થાનિક વનવિભાગની કામગીરી અંગે સવાલો ઉઠયા હતા જ્યારે સમગ્ર ઘટના અંગે ધારી ગીર પૂર્વ ડી.સી.એફ અંશુમન શર્માને પૂછતા તેમણે આ ઘટના માત્ર અકસ્માત જ હોવાની વાત પર ભાર મૂક્યો હતો નિવૃત્ત જજ દ્વારા સોશિયલ મીડિયા પર ફોટો અને વિડીયો ના આધારે શંકા દર્શાવાઈ હતી જેમાં તેમણે સવાલો ઉઠાવ્યા હતા કે અકસ્માતને કારણે આતરડુ બહાર નીકળીજાય એ રીતની ઈજા થાય આવી પરિસ્થિતિમાં માત્ર એટલું જ લોહી ન નીકળે વધુમાં તેમણે શંકા દર્શાવી હતી કે પેટની નીચેનો પાછળનો બધો ભાગ અને બંને પગ બધું સહી સલામત છે ઇજા માત્રને માત્ર એટલા જ ભાગમાં છે આઈજા સિંહની ઉપરથી ટાયર ફરી વળ્યું હોય તેવી નથી તેમણે વધુમાં સવાલ એ પણ ઉઠાવ્યો હતો કે પેટ પરથી ટાયર ફરી જાય તો ડાબુ પડખું આટલું સલામત ન રહે આ પ્રકારના સવાલો સાથે સોશિયલ મીડિયા પર નિવૃત જજે પોસ્ટ કરી ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા માંગણી કરી છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area


