શિક્ષણ મંત્રાલયમાં નવનિયુક્ત રાજ્યપ્રધાન ડૉ. સુકંતા મજુમદારે નવી દિલ્હીના શાસ્ત્રી ભવનમાં પોતાના હોદ્દાનો હવાલો સંભાળી લીધો હતો. શિક્ષણ મંત્રાલય પહોંચ્યા બાદ ડૉ. મજુમદારનું મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. ડૉ. મજુમદારે વાતચીત દરમિયાન કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો તેમના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ માટે આભાર વ્યક્ત કર્યો હતો. ડૉ. મજુમદારે શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનને પણ અભિનંદન આપતાં કહ્યું હતું કે, તેમનો બહોળો અનુભવ તેમને મંત્રાલયમાં કામ કરવામાં અને શિક્ષણ ક્ષેત્ર માટે પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવામાં મદદરૂપ થશે.
ડો.સુકંતા મજુમદાર ૧૭મી લોકસભામાં સંસદસભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ સપ્ટેમ્બર (૨૦૨૧)થી પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ છે, તેઓ બાલુરઘાટ (પશ્ચિમ બંગાળ) મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉત્તર બંગાળ યુનિવસિર્ટીમાંથી વનસ્પતિશાસ્ત્રમાં એમ.એસ.સી., બી.એડ અને પીએચડી કર્યું છે. તેઓ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આવેલી ગૌર બાંગા યુનિવસિર્ટીમાં વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર છે. તેઓ ૨૦૧૯ થી ઇન્ફર્મેશન ટેકનોલોજી અને અરજીઓ પરની સમિતિની સ્થાયી સમિતિના સભ્ય હતા.

