કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ માં અસહ્ય ઉકળાટ બાદ બપોરે વાતાવરણ માં અચાનક પલટો આવતા કાળા ડીબાંગ વાદળો નો ખડકલો જોવા મળતો હતો. જેમાં ભારે પવન સાથે વરસાદ નું આગમન થતા બને શહેર ના મેઈન રોડ પર પાણી વહેતા થયા હતા.અસહ્ય ઉકળાટ બાત અચાનક ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ નું આગમન થતા ગરમી માં પણ થોડી રાહત શહેરીજનો ને મળી છે.વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો માં પણ ખુશી નો માહોલ જોવા મળતો હતો.

