ઉના ભાવનગર હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનુ ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. આ અકસ્માતની ઘટના બનતા રસ્તા પર થી પસાર થતા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ સરખડિયા ગામે રહેતા રમેશભાઇ વાઘ પોતાની બાઈક નંબર જી. જે. 14 એ. આર. 6733 પર ટીંબી તરફ જઈ રહ્યા હતા. એ વખતે સામે આવતી કાર સાથે બાઈક ધડાકાભેર ભટકાતા બાઈક ચાલકને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અને રસ્તા પણ લોહીલોહાણ હાલતમાં ઢળી પડયા ત્યાજ તેમનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયેલ અને તાત્કાલિક ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી.
આ અક્સ્માત આટલો ગંભીર હતો કે બાઈક અને કારના આગલા ટાયરના વિલ તૂટીને વળી ગયા હતા. જોકે અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળેજ મોત નિપજતા તેમના મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ છે. આ ઘટના અંગે મૃતકના પરિવારજનોને જાણ કરતા હોસ્પીટલ દોડી ગયેલ હતા. આ અંગે પોલીસે અક્સ્માતની ફરિયાદ નોંધવા તજવિજ હાથ ધરેલ છે.

