જામનગરમાં સાધાનાકોલોનીના જર્જરિત અવાસધારકોએ રિ-ડેવલોપમેન્ટ માટે તૈયાર છીએ પણ હાઉસીંગ બોર્ડ જવાબ આપતું ન હોવાના આક્ષેપ સાથે મનપાના કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું.
જામગનરમાં ન્યુ સાધનાકોલોનીમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના એલઆઇજી 264 આવાસમાં રહેતા રહેવાસીઓએ સોમવારે કમિશ્નરને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર જર્જરિત આવાસ રીપેર કરવાના ગાણા મનપા અને હાઉસીંગ બોર્ડ છેલ્લાં છ મહિનાથી ગાઇ રહ્યું છે. જે ભાગ ક્ષતિગ્રસ્ત છે તે રીપેર કરવાનું ફલેટધારકોએ નકકી કર્યું છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડ અને રહેવાસીઓના એસોસીએશન વચ્ચે છ મહિનાથી મીંટીગ કરી રજૂઆતો કરી છે. તમામ ફલેટધારકો રી-ડેવલોપમેન્ટ માટે તૈયાર છે. પરંતુ ગુજરાત હાઉસીંગ બોર્ડ કોઇ વાતના જવાબ આપતું નથી.
આટલું ઓછું હોય તેમ ધમકી આપી ફલેટ ખાલી કરવવા માંગે છે. બ્લોક નં.104 અને 105 ને સાત દિવસથી નોટીસ આપી છે. આ ફલેટમાં રહેતા લોકો અન્ય સ્થળ પર વસવાટ કરી ભાડા ભરી શકે તેમ નથી. આથી યોગ્ય કરવા માંગણી કરી છે.

