અમદાવાદમાં આવેલા વિવિધ તળાવોને ધીરે ધીરે હવે ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સૌથી જાણીતા એવા વસ્ત્રાપુર તળાવ-ગાર્ડનને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5.15 કરોડના ખર્ચે રી ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
વસ્ત્રાપુર તળાવની કામગીરી ચાલી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયા અને વોટર વિભાગના અધિકારીઓ સાથે વસ્ત્રાપુર તળાવની મુલાકાત લીધી હતી. તળાવના ડેવલોપમેન્ટની કામગીરી ઝડપી પૂર્ણ થાય તેના માટેની સૂચના આપી હતી.

તળાવ અને ગાર્ડનને વધુ સુંદર બનાવવા પ્રયાસ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વસ્ત્રાપુર તળાવ વર્ષો જૂનું છે છેલ્લા કેટલાય સમયથી વસ્ત્રાપુર તળાવનો વોક-વે ઉંદરો દ્વારા ખોદી નાખવામાં આવ્યો હતો. દીવાલો તૂટી ગઈ હતી.
તળાવ અને ગાર્ડનને વધુ સુંદર બનાવવા માટે તેને રી ડેવલોપમેન્ટ કરવા અંગેનો નિર્ણય લેવાયો હતો. વસ્ત્રાપુર તળાવમાં લોઅર વોક-વે તેમજ અપર વોક-વેની બંને બાજુ RCCની દિવાલ કરવાની કામગીરી કરવામાં આવશે.

