Gujarat

મહિલાએ રોડ વચ્ચે કાર પાર્ક કરતાં 1 કલાક જામ, 7 લોકોએ ઊંચકીને ખસેડી

અઠવાલાઇન્સની સેવન્થ ડે સ્કૂલ બપોરે 12.30 વાગ્યે છૂટી ત્યારે એક મહિલા રોડની વચ્ચે કાર પાર્ક કરીને બાળકને લેવા ગઈ હોવાથી 1 કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો. દરમિયાન 7-8 વાલીઓએ કારને ઊંચકીને સાઇડ પર ખસેડતાં રસ્તો ખુલ્લો થયો હતો. કારચાલક મહિલા બાળકને લઇને આવી ત્યારે લોકોએ તેને ઠપકો આપ્યો હતો.