Sports

2 ઓવરમાં 29 રન આપ્યા ત્યારે કહ્યું- કૂલ રહીને લાઇન લેન્થમાં બોલિંગ કર, વિકેટ મળશે

બુધવારે T-20 વર્લ્ડ કપમાં અમેરિકા સામે રમાયેલી મેચમાં અર્શદીપે 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. T20 વર્લ્ડ કપમાં ભારતના કોઈપણ બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલાં રવિચંદ્રન અશ્વિને મીરપુરમાં વર્લ્ડકપ-2014માં ઓસ્ટ્રેલિયા સામે 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

અર્શદીપે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં આયર્લેન્ડ વિરૂદ્ધ 2 ઓવરમાં 29 રન આપ્યા હતા, જેના પછી તેના કોચ જસવંત રાય તેનાથી નારાજ થયા હતા. અર્શદીપના કોચે ભાસ્કરને જણાવ્યું કે તે પ્રથમ મેચ બાદ તેના પ્રદર્શન પર ગુસ્સે હતા. તેને કહ્યું હતું કે તેણે આગામી મેચમાં શાનદાર બોલિંગ કરવી પડશે અને ઇકોનોમીમાં પણ સુધારો કરવો પડશે. તે પણ એવું જ કરી રહ્યો છે.

અર્શદીપ 12 વર્ષની ઉંમરથી ઓમ સાઈ ક્રિકેટ એકેડમી, મોહાલીના કોચ જસવંત રાયની નીચે પ્રેક્ટિસ કરી રહ્યો છે. જસવંત રાય 2009માં હિમાચલ પ્રદેશ રણજી ટીમના કોચ રહી ચૂક્યા છે. 2022થી 2024 સુધી દિલ્હીની અંડર-19 ટીમના કોચ રહી ચૂક્યા છે.