Entertainment

‘સોનાક્ષીને તેનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે’: લગ્ન અંગે પિતા શતુઘ્નએ તોડ્યું મૌન

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નનું ઇન્વિટેશન કાર્ડ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ હવે શત્રુઘ્ન સિંહાએ લગ્નના સમાચાર પર પોતાનું રિએક્શન આપ્યું છે.

તેમણે કહ્યું કે તે લગ્નના સમાચારને કન્ફોર્મ પણ નહીં કરે અને ઇગ્નોર પણ નહીં જ કરે પરંતુ જો લગ્ન થશે તો સૌથી વધુ ખુશી પણ તેમને જ થશે.

ઝહીર-સોનાક્ષીની મુલાકાત સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી, ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા

શત્રુઘ્ન બોલ્યા- ‘મારે એક જ દીકરી છે’

શત્રુઘ્ન સિન્હાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું લગ્નના સમાચારને કન્ફોર્મ નહીં કરું તો ઇગ્નોર પણ નહીં જ કરું. આગળ શું થશે તે તો સમય જ કહેશે. સોનાક્ષીને હંમેશા મારા આશીર્વાદ છે. તે એપલ ઓફ માય આઈ છે. તે મારી એકમાત્ર દીકરી છે અને મારી ખૂબ જ નજીક છે. મને સોનાક્ષીના પિતા હોવાનો ગર્વ છે કારણ કે તેને એક્ટ્રેસ તરીકે પોતાની જાતને વર્ષોથી ઘણી સુધારી છે. ‘લુટેરે’થી લઈને ‘દહાડ’ અને હવે ‘હીરામંડી’ સુધી તેમણે સાબિત કર્યું છે કે તે એક મહાન એક્ટ્રેસ છે.