ઊના – છેલ્લા બે ત્રણ દિવસથી સોશ્યલ મીડીયામાં વાઇરલ થયેલી પોસ્ટમાં ભારે ચર્ચીત થયેલ છે. ઉના શહેર ભાજપાના પ્રમુખ તથા પાંચાવણિક જ્ઞાતિ શુભેચ્છક ટ્રસ્ટના પ્રમુખ મિતેષભાઇ શાહ સામે આધાર પુરાવા વગરના પાયાવિહોણા આક્ષેપો બાબતે મિેતેષભાઇ શાહ દ્વારા સાઇબર ક્રાઇમ સેલ જુનાગઢને તપાસ કરવા જણાવી પોતાની રાજકીય અને સામાજીક પ્રતિષ્ઠાને ગંભીર હાની પહોચાડવાના બદઇરાદાથી થઇ રહેલા આક્ષેપો અંગે તપાસ કરીને જવાબદાર અને લેભાગુ લોકો સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે.
આ રજુઆત પત્રમાં થયેલ માંગણી મુજબ પોતે ઉના શહેર ભાજપના પ્રમુખ હોય અને નિષ્કલંક સામાજીક રાજકીય કારકિર્દી ધરાવતા હોય ત્યારે તેમના રાજકીય દુશ્મનો દ્રારા તેની પ્રતિષ્ઠાને નુકશાન કરવાના બદ હેતુથી ખોટી રીતે કોઇપણ જાતનો બનાવ ન બનવા પામ્યો હોવા છતાં આધાર પુરાવા વગરના આક્ષેપો કરનાર સામે બદનક્ષી અને માનહાની સહીત ફોજદારી કાર્યવાહી કરવા પણ રજુઆત કરેલ છે. અને આવા લોકો ભવિષ્યમાં કોઇ બીજા રાજકીય આગેવાનો પણ ખોટી રીતે હેરાન ન કરે તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવા અને સૈરાષ્ટ્રના સુપ્રસિધ્ધીત અને સત્યનિષ્ઠ અખબારોએ આ કહેવાતા પાયાવિહોણા અહેવાલને સ્થાન નહી આપી વિધ્નસંતોષી લોકો અને રાજકીય રાગદેષ રાખી કોઇની કારકિર્દીને કલંકીત કરતા લેભાગુ લોકોને તેમનું સ્થાન બતાવવી દીધુ હોય આ બાબતે શહેર ભાજપ પ્રમુખ અને વેપારી સામે સોશ્યલ મીડીયામાં થઇ રહેલા પાયાવિહોણા આક્ષેપો અંગે સાઇબર ક્રાઇમ સેલ જુનાગઢને તપાસ કરવા માંગ કરી છે….
