આખરે બો’ર્ડર-2’ની જાહેરાત કર્યા બાદ રિલીઝ ડેટ પણ સામે આવી છે. આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસ, 2026ના રોજ રિલીઝ થશે. નિર્માતાઓએ ઓફિશિયલ જાહેરરત કરી દીધી છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. આ પહેલાં ગુરુવારે સની દેઓલે વીડિયો દ્વારા ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મનો પહેલો ભાગ 1997માં રિલીઝ થયો હતો. જેપી દત્તાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. હવે 27 વર્ષ બાદ તેનો બીજો ભાગ રિલીઝ કરશે.
‘બોર્ડર-2’ને ટી-સિરીઝ અને જેપી દત્તા દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવશે, જ્યારે તેનું નિર્દેશન અનુરાગ સિંહ કરશે. અનુરાગે અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું નિર્દેશન કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓક્ટોબરમાં શરૂ થઈ શકે છે.

