Gujarat

છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જન પ્રતિનિધિઓ દ્વારા રજુ કરવામાં આવતા પ્રશ્નો અન્વયે સત્વરે કાર્યવાહી કરીએ
 જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા
જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.
આ બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તથા ધારાસભ્યો જયંતિભાઈરાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા અને અભેસિંહ તડવીએ ઉપસ્થિત રહીને આરોગ્ય, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ, નલ સે જલ, પાણી પુરવઠા, રી સર્વે, શિક્ષણ વગેરે બાબતોનેસ્પર્શતાપ્રશ્નોની રજૂઆત કરી હતી.
સંકલન સમિતિની બેઠકમાંજિલ્લા કલેક્ટરએ જન પ્રતિનિધિઓ દ્વારા રજુ કરવામાં આવતા પ્રશ્નો અન્વયે સત્વરે કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચવીને વિવિધ સરકારી કચેરીના અધિકારીઓને તેમના આંતરિક પ્રશ્નોનું પરસ્પરના સહકારથી નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
સંકલન સમિતિની બેઠક બાદ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી હતી, જેમાં યાત્રાધામોનેવિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી હતી, જેમાં વિનામૂલ્યે કેટલું અનાજ આપવામાં આવે છે ? કંઈ વસ્તુ કેટલી કિંમતથી મળે છે ? તે તમામ વિગતો સસ્તા અનાજની દુકાન પર લોકો જોઈ શકે તે રીતે લગાવવા તથા મૃત્યુ પામેલા લોકોનારાશન કાર્ડ ચાલુ હોય તો તાકીદે બંધ કરાવવા તેમજ પાત્રતા ધરાવતા લોકોને નિયમિતરૂપે અનાજ મળી રહે તે જોવા જણાવવામાં આવ્યું હતું.
“વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ આગામી તા.૨૧ જૂનના રોજ યોગના કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું. જે બાદ જિલ્લા અને તાલુકા કક્ષાએ તા. ૧૯ જૂનના રોજ યોજાનારસિકલસેલ એનીમિયા કેમ્પ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક બાદ પી.એમ. વિશ્વકર્મા યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં દરજી કામ, સુથાર કામ,કડિયા કામ જેવા વ્યાવસાય સાથે સંકળાયેલા લોકોને તાલીમ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રભારી મંત્રીની મુલાકાતના આયોજન અંગે તથા આગામી ચોમાસાની ઋતુ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તમામ કંટ્રોલ રૂમ પર ફરજ પરના કર્મચારીઓને હાજર રાખવા તેમજ ચોમાસા પૂર્વે કાંસ-નાળાની સફાઈ કરવા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં ફાયર સેફટીનાસાધનોની ચકાસણી કરવા તથા પ્રાથમિક શાળા અને આંગણવાડીના કોઈ મકાનો જર્જરિત હોય તો બાળકો માટે અન્ય જગ્યાએ બેસવાની વ્યાવસ્થા કરવા સૂચવવામાં આવ્યું હતું.
આ બેઠક બાદ લો એન્ડ ઓર્ડર અને રોડ સેફટીની બેઠક મળી હતી, જેમાં લોકોની સલામતી સુનિશ્ચિત કરવા તથા ખાનગી કે સરકારી શાળાના વાહનમાં નિયત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને બેસાડવા ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારીઓ સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.