Gujarat

ઊંઝામાં મહેન્દ્ર અંબાલાલ આંગડિયા પેઢીના એજન્ટ ૬૦ લાખ રૂપિયા લઈને ફરાર

મહેસાણાના ઊંઝામાં ઘરકા ભેદી લંકા ઢાએ જેવી પરિસ્થિત ઊભી થઈ છે જેમાં મહેન્દ્ર અંબાલાલ આંગડિયા પેઢીને તેનોજ એજન્ટ લખો રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. મહેસાણાના ઊંઝા ખાતે સરદાર કોમ્પ્લેક્સમાં આવેલી આંગડિયા પેઢી મહેન્દ્ર અંબાલાલને તેનો એજન્ટ દ્વારા મોટો ચૂનો લગાવવામાં આવ્યો છે. એજન્ટે આંગડિયા પેઢીને ૬૦ લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.

મહેસાણાની આંગડિયા પેઢીના એજન્ટ પાસેથી ઊંઝાથી નાગપુર નાણાની હેરફેર કરવાની જવાબદારી હતી. ૬૦ લાખ રૂપિયા એજન્ટે પેઢીમાં જમા કરાવ્યા ન હતા. ધર્મેન્દ્રસિંહ ડાભી નામનો એજન્ટ રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો. એજન્ટ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સીસીસીટીવી ફૂટેજ ની મદદ થી ફરાર એજન્ટની ભાળ મેળવી શોધ કરવામાં આવી રહી છે.