Gujarat

કઠલાલ તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્નોને લઈને મિટિંગ યોજાઈ

 કઠલાલ તાલુકા પંચાયત કચેરી ખાતે કઠલાલ તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા અગત્યની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. સરપંચ એસોસિયેશન ના પ્રમુખ અજીતસિંહ સોલંકી ની અધ્યક્ષતા આ મિટીંગ યોજાઈ. જેમાં તાલુકા પંચાયત ને લગતા પ્રશ્નો, જી.ઈ.બી ને લગતા પ્રશ્નો, કઠલાલ તાલુકાના સસ્તા અનાજની દુકાનો દ્વારા થતી ગેરરીતિઓ ના પ્રશ્નો, પુરવઠા વિભાગ દ્વારા નવા કાર્ડ ધારકોને અનાજ ચાલુ કરવાની બાબત, સિંચાઇ વિભાગીય પ્રશ્ન , ગ્રાન્ટ ને લગતા પ્રશ્નો, વગેરે પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી હતી.