Gujarat

પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ દ્વારા ઉત્સવપૂર્ણ માહોલમાં બોટાદ જીલ્લાની સને 2021 વાર્ષિક તપાસણી કરવામાં આવી.

બોટાદ જિલ્લા પોલીસની સને 2021 વાર્ષિક તપાસણી અંતર્ગત  અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ને સાથે રાખી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક દ્વારા તપાસણી દરમ્યાન તા. 23/11/2021 ના રોજ  ઢસા પોલીસ સ્ટેશન અને બરવાળા પોલીસ સ્ટેશનની વિઝીટ કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ. ઢસા પોલીસ સ્ટેશન ખાતે આગમન દરમ્યાન જિલ્લા હેડ ક્વાર્ટર દ્વારા પોલીસ મહાનિરીક્ષક ને સન્માન ગાર્ડ આપી આવકારવામાં આવેલ.
પોલીસ મહાનિરીક્ષક દ્વારા બોટાદ સબ જેલની વિઝીટ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.
પોલીસ વેલ્ફેરના ભાગરૂપે બોટાદ પોલીસ લાઈનની વિઝીટ કરી પોલીસ લાઈનની મહિલાઓ સાથે મિટીંગ કરી રહેણાંક સંબંધી રજૂઆતો સાંભળી સમયમર્યાદામાં યોગ્ય નિવારણ કરવાં સુચના આપેલ.
બોટાદ જિલ્લાના તમામ ડીવાયએસપી, એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પી.આઈ., મહિલા પોલીસ સ્ટેશન પી.આઈ., સી.પી.આઈ., તમામ થાણા અધિકારીશ્રી તથા વિવિધ શાખાઓના ઈન્ચાર્જઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી વર્ષ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી તથા કાયદો અને વ્યવસ્થાની  સમીક્ષા કરી ભવિષ્યમાં કરવાની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા   સમગ્ર જિલ્લાનું ક્રાઈમ તથા કામગીરી અંગેનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવેલ. રાજદીપસિંહ નકુમ, વિભાગીય પોલીસ અધિકારી, બોટાદ દ્વારા ડીવિજન તથા ઝેડ.આર. દેસાઈ , નાયબ પોલીસ અધિક્ષક એસ.સી. એસ.ટી. સેલનાઓ દ્વારા તેઓના સેલ તથા એમ.બી. વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથકનાઓ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર સંબંધિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવેલ. પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર દ્વારા જિલ્લાની એલ.સી.બી. અને એસ.ઓ.જી. ની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ.
પોલીસ મહાનિરીક્ષક દ્વારા તા. 24/11/2021 ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઈન્સ્પેક્શન પરેડનું નિરીક્ષણ કરવામાં આવેલ. પરેડ બાદ ડૉગ સ્કોડ તથા માઉન્ટેડ વિભાગના હોર્સ દ્વારા ખુબ જ સુંદર પરફોર્મન્સ બતાવવામાં આવેલ. જિલ્લાની બી.ડી.ડી.એસ. ટીમ દ્વારા આધુનિક સાધન સામગ્રીનું પ્રદર્શન તથા ઉપયોગ   કરી બતાવવામાં આવેલ. જિલ્લાના તમામ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ સ્કોડ ડ્રીલ, પી.ટી., રાયફલ એક્સરસાઈઝ, રાયફલ પી.ટી., ફીલ્ડ સિગ્નલ્સ, યોગાસન, મેડીસન બોલ, લગ પી.ટી., સંત્રી ડ્યુટી, ગાર્ડ એન્ડ સંત્રી ડ્યુટી, મસ્કેટરી, લાઠી ડ્રીલ, હથિયાર ટ્રેઈનીંગ, એસેલ્ટ ફોર્સ, અનાર્મ કોમ્બેટ, મોબ કંટ્રોલ ડ્રીલ વિગેરે વિવિધ ઈવેન્ટનું પોલીસ મહાનિરીક્ષક દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલ. બોટાદ જિલ્લાને ફાળવવામાં આવેલ આધુનિક હથિયારોનું નિરીક્ષણ કરવામાં આવેલ.  આતંકવાદી બનાવોમાં જરૂરી તાલીમના ભાગરૂપે બંધકોને છોડાવવા અંગેના બિલ્ડીંગ ઈન્ટરવેશનનો ડેમો બતાવવામાં આવેલ.
બોટાદ જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી તથા કર્મચારીઓને પોલીસ મહાનિરીક્ષકના વરદ હસ્તે મોમેન્ટો તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.
જિલ્લાના પોલીસ તથા ક્લેરીકલ સ્ટાફનો પોલીસ સંમેલન તથા લોક દરબાર યોજવામાં આવેલ.જેમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવેલ હતા. પોલીસ પરિવારના બાળકોને શિષ્યવૃતિના ચેકનું વિતરણ કરવામાં આવેલ હતું. આ તબક્કે કોરોના મહામારીના કારણે બોટાદ શહિદ કોરોના વૉરિયર ત્રણ પોલીસ કર્મચારીઓને યાદ કરી પોલીસ મહાનિરીક્ષક તથા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.
જિલ્લાના હેડ ક્વાર્ટરની આર.એસ.આઈ. કચેરી, ક્લોધિંગ, આર્મરર, વાયરલેસ, એમ.ટી. તથા વિવિધ વિભાગની વિઝીટ કરવામાં આવેલ.
પોલીસ વેલ્ફેર પ્રવૃત્તિમાં પોલીસ પરિવારના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ વર્ગનો તથા શારીરિક તંદુરસ્તી તથા શરીર સૌષ્ઠવ માટે જીમ્નેશિયમનો શુભારંભ કરાવવામાં આવેલ.
પોલીસ મહાનિરીક્ષક દ્વારા જિલ્લાના પોલીસ અધિકારી તથા ક્લેરીકલ  સ્ટાફના પર્સનલ ઈન્ટરવ્યુ લેવામાં આવેલ. પોલીસ કર્મચારીઓનાં ઓર્ડલી રૂમનું આયોજન કરવામાં આવેલ.
આમ ઉપરોક્ત મુજબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા બોટાદ જિલ્લા પોલીસની સમગ્ર વર્ષ દરમિયાનની  કામગીરી તથા કાયદો અને વ્યવસ્થાની સમિક્ષા કરવામાં આવેલ અને સારી બાબતોને જાળવી રાખવા અને ક્ષતિઓને સુધારવા જરૂરી ઉપયોગી એવું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું. જેથી વાર્ષિક તપાસણી ખુબ જ ઉપયોગી, ઉત્પાદક, માર્ગદર્શક, પ્રોત્સાહક અને પ્રેરણાદાયક રહી હતી.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ(રાણપુર)

IMG-20211125-WA0642.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *