Gujarat

વિસાવદર વિવેકાનંદ સ્કૂલના બાળકોને શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષ રોપાનું વિતરણ કરાયું

વિસાવદર વિવેકાનંદ સ્કૂલના બાળકોને શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષ રોપાનું વિતરણ કરાયું

આજ તા.૨૦ જૂન ના રોજ વિસાવદરની શૈક્ષણિક સંસ્થા વિવેકાનંદ પ્રા.શાળાના બાળકોને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવેલ.
શહેર કોંગ્રેસ પ્રમુખ જસ્મીનભાઇ જાની દ્વારા શાળાના એક – એક બાળકને વૃક્ષના રોપાઓનું વિતરણ કરી, પોત-પોતાના ઘર આંગણામાં રોપી અને વૃક્ષ ઉછેરની જવાબદારી મમ્મી, પપ્પા તથા બાળકને જતન સાથે ઉછેરવાની વાતો જણાવેલ. સાથોસાથ હાલ ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને ટાળવા વૃક્ષ વિતરણ કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ સંસ્થાના સંચાલક, નિયામક તેમજ સ્ટાફ ગણનો આભાર વ્યક્ત કરેલ.
રોપા વિતરણ વેળાએ વિસાવદર વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, નિયામક એમ.આર.ડોબરીયા, સંચાલક બી.કે. ડોબરીયા, આચાર્ય કે.બી.ભરાડ તથા શાળા સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.
કુલ ૧૨૧ વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવેલ. જેમાં બોરસલી, લીમડો, ગુલમહોર, સીતાફળ, જામફળ, આંબળા, સપ્તપતિ, પીપળો, વડ, ઉંબરો, આસોપાલવ તેમજ અન્ય વનસ્પતિના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. તેમ શાળા સંચાલક કે.બી.ડોબરીયાની અખબાર યાદી જણાવો છે.

રિપોર્ટ સી.વી. જોશી વિસાવદર

IMG-20240620-WA0012-2.jpg IMG-20240620-WA0012-3.jpg IMG-20240620-WA0015-1.jpg IMG-20240620-WA0013-0.jpg