વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલના મેદાનમાં ૧૦ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી
(મામલતદારશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર, પત્રકારશ્રીઓની ઉપસ્થિતિ)
આજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિસાવદર શહેરના નગર પંચાયત હાઈસ્કૂલના પટાંગણમાં યોગાસન, પ્રાણાયામ, ધ્યાન કરી વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી.
સૌ પ્રથમ સ્ક્રીનના પડદા ઉપર વિધાનસભા અધ્યક્ષ શ્રીશંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી એ લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી દેશવાસીઓને આજના દસમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવેલ. વિશેષ લોકોના સારા સ્વાસ્થ્ય માટે મહામુલી જિંદગીમાં યોગ, પ્રાણાયામ અને ધ્યાનનું મહત્વ અને તેનાથી થતા લાભો વિશે વિસ્તૃત માહિતી આપી.
ત્યારબાદ સમય સારણી મુજબ સૌ પ્રથમ સામુહિક ધોરણે પ્રાર્થના કરી, ઉપસ્થિત શહેરીજનો હોદ્દાધિકારીઓ પદાધિકારીઓ, પત્રકારશ્રીઓ એ આહલાદક વાતાવરણ વચ્ચે યોગાસન, પ્રાણાયામ, ધ્યાન કરી આજે વિશ્વ દિવસે ‘યોગ: કર્મેષુ કૌશલમ્’ યુક્તિને સાર્થક કરી યોગ દિવસ મનાવ્યો.
આજના તંદુરસ્ત સભર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો મામલતદાર એન.બી.લાંઘણોજા, ચીફ ઓફિસર આર.એન.કરમટા, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, પ્રિન્સિપાલ પી.જે.ડોડીયા, શહેર અગ્રણી રમણીકભાઈ દુધાત્રા, નગરપાલિકા સિનિયર ક્લાર્ક રાજુભાઈ ભટ્ટ, પૂર્વ સદસ્ય નિલેશભાઈ દવે, ફોરેસ્ટર આર.કે. રાઠોડ, પત્રકાર કૌશિકપુરી ગૌસ્વામી, ભુપતભાઈ સોલંકી, સત્યજીતસિંહ દાહીમા, જી.આર.ડી.તથા હોમગાર્ડઝ જવાનો, આંગણવાડી વર્કર બહેનો, નગરપાલિકા સ્ટાફ, તથા મામલતદાર સ્ટાફ, હાઇસ્કુલ સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયેલ.
સમગ્ર યોગ કાર્યક્રમમાં યોગગુરૂ જે.એમ.કુંભાણીના કમાન્ડ સાથે યોગ ટ્રેનર વિદ્યાર્થીઓ જશ અઢિયા તથા ધ્રુવિન લીમ્બાસીયા એ મંચસ્થ ડેમોસ્ટ્રેશન બતાવેલ.
રિપોર્ટ સી.વી.જોશી વિસાવદર




