પત્નીની હત્યા કરી સાતિર દિમાગનાં પતિએ તેને અકસ્માતે મોત થયું હોવાનું જણાવી અગ્નિ સંસ્કાર માટે સાસરિયાંને બોલાવ્યા પણ કરેલા કરતૂતનો ભાંડો ફૂટી જ જતો હોય છે… તેમ પતિની ચાલ ઉલ્ટી પડી અને આવી ગયો પોલીસના સકાંજામાં..
બનાવની વિગત કૈક એમ છે કે કોહિવાવ ગામની સેજલ રાઠવાના લગ્ન મોટી રાસલી ગામના પ્રકાશ ભાઈ સાથે થયેલા સંતાનમા એક પાંચ માસનો દીકરો છે…
તા. ૧૫-૬-૨૪ નાં રોજ રાત્રિના સમયે પ્રકાશ તેના ઘરે મોડો આવતા સેજલે કેમ મોડા આવો છો શું તમારે કોઈ નાં સાથે આડા સબંધ છે. બસ આ વાત સેજલે કરતા પ્રકાશ ને ગુસ્સો આવ્યો અને તેની પત્ની ને ત્રણ લાફા જીકી દેતા તે બેહોશ થઈ ગઈ હતી.. પ્રકાશ આટલેથી ના અટકતા બાજુ માં પડેલ સાડી વડે તેને ગળે ટૂંપો દીધો… ગુસ્સામાં આવેશ મા આવેલો પ્રકાશ શું કરી રહ્યો છે… તેની ભાન ન રહ્યું અને સેજલનો જીવ નીકળી ગયો… સેજલનું મોત થઈ ગયું છે…
તેનો એહસાસ થતા તે પોલીસ ના ડરથી તેને સાડી વડે તેને પંખા ઉપર લટકાવી દીધી જોકે આ સમયે રૂમ માં કોઈ ના હતું.તેની માતા ઘર જમાઈ આવેલા તેના બનેવી અને બહેન ધાબા ઉપર સુઈ રહ્યા હતા… પંખા ઉપર લટકાવી પ્રકાશ પણ મકાનના ધાબા ઉપર જઈ સૂઈ ગયો… વહેલી સવારે પ્રકાશની માતા નીચે ઉતરી ત્યારે ખબર પડી કે સેજલ પંખા ઉપર લટકી રહી છે….
પ્રકાશની માતાએ ઉપર સૂતેલા તમામ સભ્યોને જગાડ્યા અને લાશને નીચે ઉતરી… ગામમાં આ વાતની જાણ થઈ લોકોને કહેવામા આવ્યું કે સેજલ ધાબા ઉપર થી ઉતરતી વખતે પડી ગઈ અને તેનું મોત થયું છે… આજ વાત ની જાણ સેજલના પિયર વાળાઓને પણ કરી.. સેજલ ના માતા પિતા સહિત તેના પિયર વાળા આવી ગયા તેની માતા એ જયારે ગળામા પડેલ નિશાન બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે છકડા માં બેસી ઉચાપાન ગામે જઈ રહ્યા હતા.
ત્યારે સાડીનો પાલવ વ્હીલ મા આવી ગયો હતો અને તે ગળામાં ફસાઈ જતા નિશાન પડી ગયું હતું. જે બાબત પિયર વાળાઓએ ધ્યાને ન લીધી.. અંતિમ ક્રિયા માટે સેજલને લઈ જવામા આવી ચિંતા પર સુવડાવી ત્યારે રાઠવા સમાજના રીત રિવાજ પ્રમાણે તેના ઘરેણા ચિંતા ઉપર થી ઉતારવા ના હોઈ છે.. કાનમાં પહેરેલ બુટી જ્યારે સેજલ ના કાકા ઉતરી રહ્યા હતા. ત્યારે ગળામાં કળા ડાગા જોવાયા અને નખના નિશાન પણ જોતા કૈક અજુગતું થયું હોવાનો એહસાસ થયો અને અગ્નિદાહ આપતા પહેલા તેના કાકા એ પોલીસને જાણ કરી… પોલીસ આવતા સેજલની ડેડ બોડીને પી.એમ.માટે લઈ ગઈ… અને પી.એમ રિપોર્ટ આવ્યો તો સેજલ ના પરિવાર ને જાણ થઈ કે સેજલની હત્યા થઈ છે….
પ્રકાશના સસરા એ જ્યારે પૂછ્યું ત્યારે પ્રકાશે હકીકત જણાવી કે તેને મારા ઉપર આડા સબંધ નો શક કરતા મને ગુસ્સો આવી ગયો હતો… અને ત્રણ લાફા મારી દેતા તે બેહોશ થઈ ગઈ હતી.. અને તેને હું એ જ પંખા ઉપર લટકાવી દીધી હતી… જોકે ત્યાર બાદ ઘરનાં સભ્યોએ નક્કી કર્યું કે તે પગથિયાં ઉતરતા પડી ગઈ અને તેનું મોત થયું હતું. પ્રકાશને તો પોલીસે ઝડપી પાડયો પણ સાથો સાથ પ્રકાશની માતા તેની બહેન અને તેના બનેવીએ પોલીસને ગેર માર્ગે દોરવા અને સાચી હકીકત છૂપાવવાને લઈ તેમને પણ પોલીસે જેલ હવાલે કર્યા છે….
આ બાજુ ઘર ના તમામ સભ્યો જેલ ભેગા થયા તો ઘર હવે વિરાલણ બન્યું અને પાંચ વર્ષનું માસૂમ બાળક અનાથ બન્યું… ઘરમાં તેની સાળ સંભાળનાર કોઈ નથી માસૂમ આસ પાસની મહિલા ઓ અને પ્રકાશ ને સાંભળી રહીં હતી . પ્રકાશ ની કેટલીક સંબંધી મહિલાઓ પણ માસૂમ બાળકને રડતા રોકવાની કોશિશ કરી રહી હતી… અને પ્રકાશની બહેન પણ આવેલી હોઈ બાળકને રડતા રોકવાની કોશિશ કરી રહી હતી..
તેજ દરમિયાન સેજલના ધરની કેટલીક મહિલાઓ આવી અને પાંચ વર્ષના બાળકને લઈ જવા લાગી જોકે પ્રકાશની કેટલીક સબંધી મહિલાઓ અને પ્રકાશની બહેને વિરોધ પણ કર્યો અને આ બાળકને અમે રાખીશું તેમ જણાવ્યું.પણ સેજલની માતા એ બાળકને લઈ તેના ગામ લઈ ગઈ… ઘરમાં હવે કોઈ સભ્ય રહ્યું નથી. ફક્ત રહ્યા છે…. તો તેમના પશુ તેમની પણ સંભાળ રાખનાર કોઈ નથી….
પલ ભરનો ગુસ્સો અને આખું ઘર બની ગયું વેરાન…. માસૂમ બાળકના બાપ વિના નિરાધાર બન્યું…. હવે તે કોને પૂછશે કે મારો શું વાંક….

