ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આવેલ ખાનગી ગોડાઉનમાં ગત મંગળવારના રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો કરી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી લઇ પુરવઠા વિભાગને જાણ કરી હતી જ્યારે પુરવઠા વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી જેમા અનાજ, વાહનો સહિત કુલ 23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો વિરુધ્ધ કાયઁવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે આ મામલે હજુ પોલીસ ફરીયાદ દાખલ કરાઇ નથી પરંતુ અધિકારીના જણાવ્યા અનુસાર અનાજના જથ્થાના બિલ તથા વાઉચર રજુ કરવા માટે માલિકને સમય આપવામા આવ્યો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગત મંગળવારના રોજ મોડી રાત્રે તાલુકા પોલીસને બાતમી મળતા ખાનગી ગોડાઉનમાં દરોડો કયોઁ હતો જ્યા શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો જોવા મળતા પોલીસે તાત્કાલિક પુરવઠા વિભાગના અધિકારીને જાણ કરતા પુરવઠાની સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી જેમા ૨૦૪૫૦ કિલો ઘઉંના કટ્ટા, ૬૧૫૦ કિલો લુઝ ઘઉ, ૧૨૭૦૦ કિલો ચોખાના કટ્ટા મળી આવ્યા હતા આ સાથે ટ્રક તથા સી.એન.જી રીક્ષા પણ ઘટનાસ્થળે મળી આવતા કુલ 2309500નો મુદ્દામાલ જપ્ત કરી હાજર સિદ્દીક હુશેનભાઇ જામની પ્રાથમિક પુછપરછ હાથ ધરતા ખાનગી ગોડાઉન અબજલ ઇબ્રાહિમભાઇ ઘાંચી ભાડે રાખેલ હોય પરંતુ ત્યા હાજર નહિ મળી આવતા શંકાસ્પદ અનાજના બિલ તથા કાગળો રજુ કરવા જણાવ્યુ હતુ આ તરફ પુરવઠા વિભાગ દ્વારા અનાજનો જથ્થો શંકાસ્પદ હોવાથી તાત્કાલિક ગોડાઉનના સીલ મારવાની કામગીરી હાથ ધરી ગોડાઉન ભાડે રાખનાર અબજલ ઇબ્રાહિમભાઇ ઘાંચીને અનાજના બિલ તથા પુરતા કાગળો રજુ કરવા માટે સમય આપવામા આવ્યો હતો જોકે આ મામલે ફરીયાદ દાખલ કરાઇ નથી પરંતુ આપેલા સમય મયાઁદામા અનાજના જથ્થાના કાગળો રજુ નહિ થાય તો તમામ પર કાયદેસર ની કાયઁવાહી કરવા સ્થાનિક તાલુકા પોલીસ દ્વારા જણાવાયુ હતુ.
બોક્સ :
(1) પોલીસે ઉત્તમ ફરજ નિભાવી પણ ત્યારબાદ પુરવઠા વિભાગના અધિકારીથી લઈને ગોડાઉનના કર્મચારીઓ ની એક બીજા ઉપર ખોં ચાલું. તમામ સાથે કોન્ટ્રાકટર અને ગોડાઉન માલિક નાં આબાદ છટકવા રીતસર ની દોડાદોડીનાં વાવડ.
(2) બિલ માટે જાણીને સમય આપવો માત્ર મામલો ઠંડો કરી થાળે પાડવાનું ભેજું? ઉચ્ચ વહીવટી તંત્ર સીલ ગોડાઉન ની લેબોરેટરી કરે, બીલો ની ચકાસણી કરે એવી ઉઠી લોકમાંગ.
(3) જિલ્લા પુરવઠા તંત્ર થી લઇ ને તાલુકા પુરવઠા તંત્ર નાં મુખ્ય અધિકારી ગોડાઉન મેનેજર ને આગળ ધરે છે તો આવી ગંભીર બાબતમાં તટસ્થ તપાસની જવાબદારી હોય કોની?
(4) સામાજિક કાર્યકર અને ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલાએ FIR જલ્દી થાવી જોઈએ તેમજ અધિકારીઓ ની સંડોવણી સહીતનાં આક્ષેપ સાથે તટસ્થ તપાસનું આવેદન ફાળવતા મામલો વધુ ગરમ બન્યો.


