Gujarat

કઠલાલ તાલુકાના પીઠાઈ ખાતે બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યા

*પીઠાઈ શ્રી પીઠેશ્વરી વિદ્યા મંદિર દ્વારા વિનામૂલ્યે બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા સાથેસાથે સત્યનારાયણ કથા પણ કરવામાં આવી*
પીઠાઈ શ્રી પીઠેશ્વરી વિદ્યા મંદિર દ્વારા બાળકોને વિનામૂલ્યે બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સત્યનારાયણ કથા પણ કરવામાં આવી હતી સાથેસાથે મંડળ દ્વારા બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે હરિભાઈ પટેલ પ્રમુખ વિશ્વ જ્યોત ટ્રસ્ટ રૂણ, જયરામભાઈ પટેલ મંત્રી વિશ્વ જ્યોત ટ્રસ્ટ રૂણ, ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ ટ્રસ્ટી વિશ્વ જ્યોત, ટ્રસ્ટ અને પ્રમુખ અસ્મિતા અભિવાદન સમિતિ નડિયાદ, દિલીપભાઈ ભટ્ટ, પુર્વ સી.આર.સી અને ગાયક, સાહિત્યકાર નડિયાદ તેમજ પ્રમુખ ગોવર્ધન ભાઈ પટેલ, ગામના સરપંચ સતિષભાઈ પટેલ, કેળવણી મંડળના મંત્રી મંગળ સિંહ ડાભી, જિલ્લા બક્ષીપંચ મંત્રી અને કેળવણી મંડળના સહમંત્રી ગોવિંદભાઈ શર્મા, આચાર્ય દિલીપ ભાઈ પટેલ, કારોબારી સભ્ય રમણભાઈ ડાભી, પુર્વ આચાર્ય ગિરીશભાઈ પ્રજાપતિ સહિત તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને દાતાઓ તરફથી ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં બાળકો, તમાંમ મહેમાનો સહિત કારોબારી સભ્યોએ અને પ્રમુખે આભાર વ્યક્ત કર્યો હતો.