છોટાઉદેપુર હાઈવે નંબર 62 જેમાં કવાટથી છોટાઉદેપુર ઝોઝ કેવડીના મુખ્ય માર્ગ પસાર થતો હોય જે રસ્તાને 2016-17 ના પહેલી ગુજરાત સ્થાપના દિન સમયે મજબૂતી કરણની કામગીરી કરવામાં આવી હતી. આ માર્ગ છોટાઉદેપુર સીટીની મધ્ય ભાગમાંથી પસાર થતો હોય અને છોટાઉદેપુર જિલ્લામાંથી મધ્યપ્રદેશની બોર્ડર પર તમામ નાના મોટા વાહનો પસાર થાય થતા હોય છે. જેમાં બે કિ.મી જેટલો માર્ગ બિસ્માર હાલતમાં છે.
જેનું મજબૂતીકરણ 7 વર્ષ પહેલા થયુ હોવાથી રસ્તાને નુકસાન થયું છે. પરિણામે વાહનોને અને રાહદારીઓને ઘણી તકલીફ પડી રહી છે. જેથી સદર બે કિ.મી રસ્તાનું તાત્કાલિક ધોરણે મજબૂતી કરણ થાય તે માટે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સચિવ માર્ગ મકાન વિભાગ ગાંધીનગરને પત્ર લખી માંગ કરી હતી. જે અંગે સરકારમાંથી હકારાત્મક અભિગમ મળતા અને રસ્તો મંજૂર થતા પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે.

