Gujarat

વડોદરામાં નેશનલ લોક અદાલતમાં રૂ. ૯૦.૧૧ કરોડની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું

ગુજરાતનાં વડોદરામાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારના સમાધાન લાયક કેસો મુકવામાં આવ્યા હતા. આ નેશનલ લોક અદાલતમાં રૂ. ૯૦.૧૧ કરોડની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું.

૨૨, જુન ૨૦૨૪ શનિવારના રોજ નેશનલ લીગલ સવિર્સિસ ઓથોરીટીના નેજા હેઠળ, ગુજરાત સ્ટેટ લીગલ સવિર્સિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાને મે. પ્રિન્સિપાલ જજ અને ડિસ્ટ્રીક્ટ લીગલ સવિર્સ ઓથોરીટીના ચેરમેન જે. એલ. ઓડેદરાની અદ્યક્ષતામાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૩,૬૫૯ કેસો મુકવામાં આવ્યા હતા.
નેશનલ લોક અદાલતમાં મુકવામાં આવેલા કેસો પૈકી મોટર અકસ્માતના કુલ – ૯૭ કેસો, એનઆઇ એક્ટના કુલ – ૨,૯૪૧ કેસો મળી સમાધાન લાયક કુલ – ૩,૫૭૬ કેસો લોક અદાલતમાં સમાધાનથી પૂર્ણ થયેલા છે.

૨૫,૨૪૩ કેસ સ્પેશિયલ સીટીંગ એમ વડોદરા જિલ્લા પેન્ડિંગ કેસોમાંથી કુલ, ૨૮,૮૧૯ કેસો પૂરા થયા છે. હજી સુધી કોર્ટમાં નથી આવ્યા તેવા પ્રિ લીટીગેશનના કેસો જેમ કે, બેંકોના બાકી નાણાંના કેસો, ગેસ બીલના કેસો, બીલ ચુકવણી, તથા ટ્રાફીક ચલણ કેસો મળી કુલ – ૩૧,૧૮૯ કેસો સમાધાનથી પૂર્ણ કરાવ્યા છે. તથા લોક અદાલતની જાગૃતતાથી ટ્રાફીક નિયમ ભંગના બાકી નિકળતા કુલ – ૨૭,૭૧૩ ચલણની ભરપાઇ થઇ છે. લોક અદાલતમાં સમાધાનથી રૂ. ૯૦.૧૧ કરોડની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત તમામ માહિતી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, વડોદરાની યાદીમાં સામે આવવા પામી છે.