ભારતીય માનક બ્યુરો એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે મ્ૈંજી એક્ટ ૨૦૧૬ હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે ધોરણોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણપત્ર પર દેખરેખ રાખે છે. બીઆઈએસ એ તાજેતરમાં યુવા બ્રાન્ડ એમ્બેસેડરના વાઇબ્રન્ટ જૂથ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સમાવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબ બનાવીને ગુણવત્તાની જાગૃકતા વધારવાની ઉમદા પહેલ કરી છે. આ ક્લબ્સ હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણના ક્ષેત્રમાં શીખવાની તકો મળે છે. બીઆઈએસ ટૂંક સમયમાં ભારતમાં ૧૦૦૦૦ થી વધારે સ્ટાન્ડર્ડ ક્લબના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરી લીધા છે.
બીઆઈએસ વિવિધ હિતધારકો જેમ કે સ્ટાન્ડડ્ર્સ ક્લબ મેન્ટર્સ જિલ્લા વહીવટીતંત્ર, સંબંધિત અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે જેથી કરીને તેમના વધુ અસરકારક અમલીકરણ તરફ વિવિધ સરકારી યોજનાઓમાં ગુણવત્તાની ખાતરી મળે.

ભારતીય માનક બ્યુરો અમદાવાદ દ્વારા ૨૧ અને ૨૨ જૂન ૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે સ્ટાન્ડર્ડ ક્લબના વિજ્ઞાન શિક્ષકો માટે ર્લનિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડસ પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શ્રી સુમિત સેંગરે, નિદેશક અને પ્રમુખ મ્ૈંજી અમદાવાદે તમામ સહભાગીઓને આવકાર્યા અને તેમને કાર્યક્રમના ઉદ્દેશ્યો વિશે માહિતી આપી. તેમણે સહભાગીઓને તેમની સંબંધિત શાળાના વિદ્યાર્થીઓમાં ર્લનિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડસ વિભાવનાનો વધુ પ્રચાર કરવા પણ અપીલ કરી હતી.
આ પ્રસંગના મુખ્ય અતિથિ ડૉ. નરોત્તમ સાહૂ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સલાહકાર અને સભ્ય સચિવ એ માનકીકરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું અને ર્લનિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડસ જેવા મ્ૈંજીના તાજેતરના કાર્યક્રમની પ્રશંસા કરી હતી.
શ્રી ઈશાન ત્રિવેદી, વૈજ્ઞાનિક ડી એ માનકીકરણ, પ્રમાણપત્ર યોજનાઓ, પરીક્ષણને આવરી લેતી મ્ૈંજી પ્રવૃત્તિઓની ઝાંખી પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
શ્રી વિપિન ભાસ્કર, વૈજ્ઞાનિક સી એ બીઆઈએસ વેબસાઇટ પર તાલીમ અને માનકો પ્રમોશન વિભાગ, ઇ-મ્ૈંજી સુવિધાઓ અને બીઆઈએસ કેર એપ સહિત તેના ઉપયોગ અંગે ઓનલાઇન નિદર્શન આપ્યું.
શ્રી અમિત કુમાર, વૈજ્ઞાનિક-.ડી એ રોજબરોજના જીવનમાં વિજ્ઞાનના મહત્વ અને ગુણવત્તા અને માનકો સાથેના તેના સંબંધ અને ગુણવત્તા અને માનકોને પ્રોત્સાહન આપવામાં વિજ્ઞાન શિક્ષકોની ભૂમિકા પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
શ્રી અજય ચંદેલ, વૈજ્ઞાનિક સી એ સ્ટાન્ડડ્ર્સ પ્રમોશન પ્રવૃત્તિઓ અને સ્ટાન્ડડ્ર્સ ક્લબના એકેડેમિયા-જેનેસિસ સાથે જોડાણ અને તેની પ્રવૃત્તિઓ અને ઓરિએન્ટેશન ફિલ્મ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
શ્રી રાહુલ પુષ્કર, વૈજ્ઞાનિક સી એ માનકો-કન્સેપ્ટ અને ઉપયોગની પદ્ધતિ દ્વારા શીખવા વિજ્ઞાન પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને એલપીજી સિલિન્ડર પ્રોડક્ટ પર લેસન પ્લાનનો વ્યવહાર પણ કર્યો હતો.
શ્રી ઈશાન ઠક્કર, ગણપત યુનિવસિર્ટીના પ્રોફેસર અને બીઆઈએસના પ્રશિક્ષિત સંસાધન પર્સનલ એ બાયો ગેસ પ્લાન્ટ લેસન પ્લાન પર વ્યાખ્યાન આપ્યું અને રોજિંદા જીવનમાં ઉત્પાદન સંબંધિત વૈજ્ઞાનિક કાયદાઓ અને સિદ્ધાંતોની જૂથ પ્રવૃત્તિનું સંચાલન કર્યું.
સહભાગીઓએ આપેલ કાર્ય પર તેમના વિચારો રજૂ કર્યા.
દિવસ – દ્વિતીય
અમુલફેડ ડેરી ગાંધીનગરમાં મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, શ્રી ધનંજય ભટ્ટાચાર્ય જીએમ ક્યુસી, શ્રી નરેશ શાહ, હેડ ક્યુસી અને શ્રી ધવલ પટેલ બીઆઈએસ પ્રશિક્ષિત સંસાધન પર્સનલે લેસન પ્લાન – મિલ્ક પાઉડર પર પ્રેઝન્ટેશન આપ્યું હતું ત્યારબાદ આગળના
સહભાગીઓએ ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ અને પ્રયોગશાળાની મુલાકાત લીધી હતી. લેસન પ્લાનને લગતા પરીક્ષણ અને વૈજ્ઞાનિક કાયદાઓ અને સિદ્ધાંતોની ક્રિયા.
શ્રી રિતેશ શ્રીવાસ્તવ, ક્વોલિટી હેડ, પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ, બીઆઈએસના પ્રશિક્ષિત સંસાધન કર્મચારીઓએ પણ લેસન પ્લાન-કેબલ્સ પર વક્તવ્ય આપ્યું અને આગળ બધા શિક્ષકોએ લેસન પ્લાન સંબંધિત ક્વિઝમાં ભાગ લીધો.
સંક્ષિપ્ત પ્રશ્ન અને જવાબ સત્ર પછી, શ્રી અજય ચંદેલ વૈજ્ઞાનિક સી દ્વારા આભાર માન સાથે સત્રનું સમાપન થયું.

