Gujarat

માંગરોળમાં નગરપાલિકા સફાઈ કામદારોએ પાલીકા કચેરીએ હોબાળો મચાવી હડતાળ પર ઉતરી ગયા

માંગરોળમાં નગરપાલિકા સફાઈ કામદારોએ પાલીકા કચેરીએ હોબાળો મચાવી હડતાળ પર ઉતરી ગયા છે આજે હડતાલ નો 12 દિવસ છે બાર બાર દિવસ થી સફાઈ કામદારો હડતાલ ઉપર નગરપાલીકા કચેરીએ બેસી શાંતિપૂર્ણ શ્રીરામ ઘુન કરી આંદોલન કરી રહ્યા છે છતા પણ તંત્ર ના પેટનુ પાણી પણ હલતુ નથી આ સફાઈ કામદારની હડતાલ થી  માંગરોળમા ચારે બાજુ ગંદકીના ગંજ ખડકાયા છે.
કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા નગરપાલિકા સફાઈ કામદારોનો ત્રણ થી ચાર માસના પગાર બાકી હોવાનુ સાથે અન્ય માંગણીએને લઈ 100 થી પણ વધુ સફાઇ કામદારોએ આજે હડતાલ ના બારમા દીવસે નગર પાલીકા કચેરીએ સૂત્રોચ્ચાર કરી
હમારી માંગે પુરી કરો નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગમા રેલી કાઢી હતી ચડત  પગાર નહી મળતા સફાઈ કર્મચારીઓ હાલાકી ભોગવી રહ્યા છે
સફાઈ કામદારોના દર મહિને રેગ્યુલર પગાર કરવા સહિત અન્ય પ્રાણ પ્રશ્નોને તાત્કાલિક હલ કરવા સફાઈ કામદારો સાથે વાલ્મીકી સમાજ ના આગેવાનો દ્વારા પાલીકા ચિફ ઓફિસર ને લેખીત રજુઆત કરાઈ હતી પણ તેની કોઈ જ અસર ન થતાં છેલ્લે આજે બારમા દિવસે રેલી કાઢી  હતી
આજે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સફાઇ કામદારોએ નગર પાલીકા કચેરીએ માંગણીઓ સંતોશવા હોબાળો મચાવ્યો  અને માંગણીઓ ને ધ્યાને નહી લેવાય તો આવનારા દિવસો માં જલદ આંદોલન કરવાની સફાઇ કામદારો ચીમકી આપી હતી  વરસાદ ની સીઝન અને સફાઈ કામ ઠફ થવાથી રોગચાળો વકરવાની દહેસત છે,