જામનગરમાં ઇન્ડીયનરેડ ક્રોસ સોસાયટી દ્રારા જન્મથી બધીર 40 બાળકોને વિનામૂલ્યે હીયરીંગ મશીન આપવામાં આવ્યા હતાં. નોન સર્જિકલ ડીવાઇસમાં અવાજને સેટ કરી શકાય છે.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાતના ચેરમેન અજયભાઈ પટેલ દ્રારા આ પ્રોજેક્ટ જામનગર શાખાને આપવામાં આવ્યો હતો.
જેમાં જન્મથી બધિર હોય તેવા બાળકોને હિયરિગ મશીન આપવામાં આવ્યા. ડિજિટલ પ્રોગ્રામેબલ ફોન કન્ડકશન હિયરિગ મશીન સોસાયટીને આપવામાં આવ્યા હતાં. ફોન કંડકશન કાનની 100 ટકા ક્ષતિ ધરાવતા લોકો માટે આધુનિક ટેકનોલોજી છે.
આ ડિવાઈસ નોન સર્જિકલ છે. તેમાં અવાજને સેટ કરી શકાય છે. 33 ગ્રામ વજનના મશીનની બેટરી ચાર્જ કરી શકાય છે. બાળકોને મશીન ઓપરેટ કરતા શીખડવામાં આવ્યું હતું. પ્રોજેક્ટના મુખ્ય દાતા પ્રણયભાઈ દેસાઈ અને રાજકોટ બોલબાલા ટ્રસ્ટનો પણ સહયોગ મળ્યો છે.
રાજ્ય કક્ષાએ શાળાઓની બ્લડ ડોનેશન પર ચિત્ર હરિફાઈમાં જામનગરની જેકુરબેન સોની કન્યા વિદ્યાલયની મુંડા દિપીકા અને વુલનમિલ કન્યા તાલુકા શાળાની નંદાણિયા રીયાનો નંબર આવતા બંનેને ઇનામ આપવામાં આવ્યા હતાં.

