રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉત્તર કોરિયાની મુલાકાત પૂર્ણ કરીને વિયેતનામ પહોંચી ગયા છે. આ પહેલા ઉત્તર કોરિયામાં કિમ જાેંગ ઉન સાથે કારમાં સવારી કરતા તેની તસવીરો વાયરલ થઈ રહી છે. બંને નેતાઓએ બુધવારે રશિયન બનાવટની ઓરસ લિમોઝીનમાં સવારીની મજા માણી હતી.
કિમને લક્ઝરી વિદેશી કારનો શોખ હોવાનું કહેવાય છે. તેની પાસે લક્ઝરી વિદેશી વાહનોનો મોટો સંગ્રહ હોવાનું માનવામાં આવે છે, જેની દાણચોરી કરવામાં આવી હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોએ ઉત્તર કોરિયામાં લક્ઝરી સામાનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
પુતિનની ઓફિશિયલ કાર પણ ઓછી ચર્ચામાં નથી. ઓરસ સેનેટ એ રશિયન રાષ્ટ્રપતિની સત્તાવાર કાર છે. આ કાર સોવિયેત યુગની ઢૈંન્ લિમોઝીનની રેટ્રો-સ્ટાઈલની કાર છે. તેણે મર્સિડીઝ-બેન્ઝ એસ ૬૦૦ ગાર્ડ પુલમેનનું સ્થાન લીધું. પુતિન મે મહિનામાં ક્રેમલિન ઉદ્ઘાટન સમારોહ માટે ઓરસ સેનેટમાં પણ સવારી કરી હતી.
ઓરસ સેનેટને ‘કોર્ટેઝ’ પ્રોજેક્ટના ભાગરૂપે રશિયામાં દ્ગછસ્ૈં દ્વારા વિકસાવવામાં આવી છે. સેન્ટ્રલ સાયન્ટિફિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓટોમોબાઇલ્સ એન્ડ ઓટોમોટિવ એન્જિન્સ – એ એક વૈજ્ઞાનિક સંસ્થા છે જે રશિયામાં ઓટોમોટિવ ઉદ્યોગના વિકાસના ક્ષેત્રમાં કામ કરે છે. આ કારમાં રાષ્ટ્રપતિના વાહનની અપેક્ષા મુજબની તમામ સુવિધાઓ છે. એવું માનવામાં આવે છે કે તેમાં સુરક્ષા અને સંદેશાવ્યવહારની અદભૂત સુવિધાઓ છે.
કાર સંપૂર્ણપણે બુલેટપ્રુફ હોવાનું કહેવાય છે. કહેવાય છે કે બોમ્બની પણ તેના પર કોઈ અસર થતી નથી. જાેકે આ કાર વિશે વધુ માહિતી ક્યારેય સામે આવી નથી. કાર સંપૂર્ણપણે બખ્તરવાળી છે અને ૪.૪-લિટર ટ્વીન-ટર્બો ફ૮ વાપરે છે જે ૫૯૦હ્વરॅ બનાવે છે. તે છ સેકન્ડમાં ૦-૧૦૦ કિમી/કલાકની ઝડપ મેળવી શકે છે અને તેની મહત્તમ ઝડપ ૨૪૯ કિમી/કલાક છે. પુતિન આ કારને વિદેશ પ્રવાસમાં પણ સાથે લઈ જાય છે.
રાજ્યની મુલાકાતો પર, તેને ઇલ્યુશિન ૈંન્-૭૬ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા ગંતવ્ય સ્થાન પર પહોંચાડવામાં આવે છે. રાષ્ટ્રપતિની કાર સામાન્ય રીતે યુરલ અથવા બીએમડબ્લ્યુ મોટરસાયકલ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવે છે. મર્સિડીઝ જી-ક્લાસ, મર્સિડીઝ ઈ-ક્લાસ, એસ-ક્લાસ, બીએમડબલ્યુ ૫ સિરીઝ, ફોક્સવેગન કારાવેલ જેવા વાહનો કાફલામાં જાેડાય છે.

